STORYMIRROR

VARSHA PRAJAPATI

Inspirational

4  

VARSHA PRAJAPATI

Inspirational

ભીતરથી શુદ્ધ થઈએ

ભીતરથી શુદ્ધ થઈએ

1 min
189

ચાલ ગંગા સ્નાન કરવા હરિદ્વાર જઈએ,

શરીરથી નહીં પણ ભીતરથી શુદ્ધ થઈએ,

બીજું કશું નહીં પણ એટલું તો કરીએ,

નદીની જેમ થોડું નમવાનું રાખીએ.


ભલે બાધા પૂરી કરવા ચાલતા જઈએ,

એકલા નહીં તો સંઘ લઈને જઈએ,

નદીની જેમ થોડા પરોપકારી બનીએ,

ગમે તે કરીએ મા-બાપને ના ભૂલીએ.


લાગણીઓને કુંઠિત કરી બેસી ના રહીએ,

કટાઈ જવા કરતાં ઘસાઈને ઉજળા થઈએ,

ખાબોચિયાની જેમ બંધિયાર ના રહીએ,

નદીની જેમ ચાલ થોડું વહેવાનું રાખીએ.


કોઈકના આંસુનું કારણ કદી ના બનીએ,

મતભેદ ભલે હોય મનભેદ ના રાખીએ,

સ્વજન સમીપ જઇ ક્યારેક હૃદય ખોલીએ,

નદીની જેમ ચાલ થોડું સાગરમાં ભળીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational