ભીતરનો ભરપૂર આનંદ
ભીતરનો ભરપૂર આનંદ
ભીતરના ભરપૂર આનંદમાં મસ્ત બની મજા કરુ છું
હોય શકય એટલી માનવસેવા કરી મસ્ત બની મજા કરુ છું,
નથી સમજી શક્યો હું ઈશ્વરની આ અનહદ લીલાઓને
પણ અનહદ પ્રેમ પ્રભુને કરી મસ્ત બની મજા કરુ છું,
વેરાન રણમાં નિરખતો રહુ સુંદર મારા ચાંદની
રણ બની હું ચાંદના પ્રકાશે ઝળહળી મસ્ત બની મજા કરુ છું,
વરસી રહ્યો છે ધોધમાર પ્રભુના પ્રેમનો વરસાદ
"રાજ" પ્રેમ જળમાં ભીંજાઈ સદાય મસ્ત બની હું મજા કરુ છું.
