ભીતર
ભીતર
શબ્દોની પાછળ ક્યાંક છુપાયેલો હું
લાગણીઓના સંબંધોમા દટાયેલો હુ
એક અવાજ જે કોઈને સંભળાય નહીં,
એ મારા અંતરમનમાં આશ જગાવે અહીં,
આંખો બંધ કરી ભીતર જોઉ જ્યારે,
એક સપ્તરંગી દુનિયા નજર સામે આવે ત્યારે.
જે કોઈને સમજાય નહીં ,
ભીતર મનની વાત આવે અહીં,
હસ્તો ચહેરો રાખું છું, પણ
ભીતર મનમાં એક ડર નુ છે ભ્રમણ,
એક પ્રકાશ ની કિરણ ગોતું હું
દુઃખમાં પણ એક આશ રાખું હું,
જે ક્યારેય મરતી નથી,
એ મારા ભીતર થી આવે અહીં,
આ દુનિયાને ક્યારેય સમજી
શક્યા નહીં,
બસ જીવી રહ્યા અહીંયા અહીં.
