STORYMIRROR

MITA PATHAK

Abstract Inspirational Others

3  

MITA PATHAK

Abstract Inspirational Others

ભગવાન

ભગવાન

1 min
142

જે તારામાં છે તેને જ શોધવા ચાલ્યો,

હે પામર માનવી તું ભગવાનને શોધવા ચાલ્યો !

જયાં ઊભો છે, એજ ધરાને મળવા ચાલ્યો,

હે પામર માનવી તું ભગવાનને શોધવા ચાલ્યો !

જયાં ઊગે સૂરજરૂપી દિપ, એજ ગગનને આંબવા ચાલ્યો,

હે પામર માનવી તું ભગવાનને શોધવા ચાલ્યો !

જેનાથી તારો શ્વાસ ચાલે એજ વાયુને પકડવા ચાલ્યો,

હે પામર માનવી તું ભગવાનને શોધવા ચાલ્યો !

જે અગ્નિ ને નીર, તારું જીવન છે એને બગાડવા ચાલ્યો,

હે પામર માનવી તું ભગવાનને શોધવા ચાલ્યો !

જેણે તને બનાવ્યો એને તારા બનાવેલા સ્થાનક પામવા ચાલ્યો,

હે પામર માનવી તું ભગવાનને શોધવા ચાલ્યો !

Rate this content
Log in

Similar gujarati poem from Abstract