STORYMIRROR

Vrajlal Sapovadia

Comedy Drama Children

3  

Vrajlal Sapovadia

Comedy Drama Children

ભેટે ઝૂલે છે મોબાઈલ

ભેટે ઝૂલે છે મોબાઈલ

1 min
47

ભેટે ઝૂલે છે મોબાઈલ 

વીરાજી કેરી ભેટે ઝૂલે છે 

મારા બાપુને બેની બે બે કુંવરીયા 

બે વચ્ચે પાડ્યા છે ભાગ 

હાં રે બેની બે વચ્ચે પાડ્યા છે ભાગ

વીરાજી કેરી ભેટે ઝૂલે છે,


મોટે માંગી છે નોટોની થોકડી 

નાને માંગ્યા છે બે ચેક 

મોટો મ્હાલે છે ખુલ્લી બજારમાં 

નાનેરો ઊભો દરબાર 

વીરાજી કેરી ભેટે ઝૂલે છે,


મોટો ચડ્યો છે કાંઈ શેઠને રવાડે 

નાનેરો નેતાની સાથ 

મોટો કાઢે છે રોજ નવા મોડલીયા 

નાનેરો ટ્વિટર હૅન્ડલ 

વીરાજી કેરી ભેટે ઝૂલે છે,


મોટો પોઢે છે રોજ ઢળતી બપોરે 

નાનેરો જાગે છે રાત 

મોટો પઢાવે એના એકેક ઘરાકને 

નાનો પટાવે બહુ લોક 

વીરાજી કેરી ભેટે ઝૂલે છે,


મોટો ભાગ્યો છે જોઈ નેતાને આવતા 

નાનેરો શેઠને ભાળી 

મોટો બતાવે રોજ આંબા ને આંબલી 

નાનેરે ઠેંગો બતાડ્યો 

વીરાજી કેરી ભેટે ઝૂલે છે,


મોટાનો મોબાઈલમાં સિમ કાર્ડનો પ્રોબ્લેમ 

નાનાનો સ્વિચ ઓફ આવે 

મોટકાને શેઠ ગોતે, નાનાને ગામ 

બેયે બોળ્યું છે નામ 

વીરાજી કેરી ભેટે ઝૂલે છે,


મોટેરે માની કૂખ જો લજાવી 

નાનેરે બાપની બજાવી 

મોટાનું બેસણું ફેસબુકમાં પોસ્ટ થ્યું 

નાનેરો છાપે ચડ્યો 

વીરાજી કેરી ભેટે ઝૂલે છે,


મારા બાપુને બેની બે બે કુંવરીયા 

બે વચ્ચે પાડ્યા છે ભાગ 

હાં રે બેની બે વચ્ચે પાડ્યા છે ભાગ

વીરાજી કેરી ભેટે ઝૂલે છે 

ભેટે ઝૂલે છે મોબાઈલ 

વીરાજી કેરી ભેટે ઝૂલે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy