STORYMIRROR

Chaitanya Joshi

Children Drama Inspirational

3  

Chaitanya Joshi

Children Drama Inspirational

બહેનીની રક્ષા.

બહેનીની રક્ષા.

1 min
13.7K


એકતાનું પ્રતીક બની જાય છે રાખડી,

ભાઈબહેનનાં પ્રેમમાં સમાય છે રાખડી,


શુભેચ્છા સાથે મૂક આશિષ વરસાવતી,

બહેનનું હેત એમાં વરતાય છે રાખડી,


શત શરદની આયુને વિજયને ભાખતી,

કુટુંબપ્રેમમાં પરાકાષ્ઠા સર્જાય છે રાખડી,


નાની શી ભેટ ભાઈની ભગિની હરખાતી,

સ્નેહતંતુને ઉરતંતુ એક થાય છે રાખડી,


પૂર્વે હુમાયુ કર્ણાવતી ઇતિહાસ ગવાહી,

નાતજાતનાં ભેદ મિટાવી જાય છે રાખડી.


Rate this content
Log in

Similar gujarati poem from Children