બહેન - જાણે કે ફૂલોની ક્યારી
બહેન - જાણે કે ફૂલોની ક્યારી
મારી નાની બહેન લાગે મને વ્હાલી,
જાણે કે સુગંધી અત્તરની ભરેલી પ્યાલી,
જેની હાજરી માત્રથી હું પુલકિત થઈ જાઉં,
જીવનમાં એ લાવતી નિત્ય તાજગી,
લડતી, ઝઘડતી અને રિસાતી મારી સાથે,
મારી ઈચ્છાઓ પૂરી કરવા પપ્પાને મનાવતી,
પરિવારરૂપી બાગમાં ખીલેલું સુંદર ફૂલ,
મારી વ્હાલી બહેન જાણે કે ફૂલોની ક્યારી !
હે ઈશ ! સદાયે રાખજે તેનાં ચહેરા પર હસી,
હું કેટલો છું ધનવાન, મને તે આપી બહેને પ્યારી.
