STORYMIRROR

Amrutlalspandan

Abstract

3  

Amrutlalspandan

Abstract

ભાવનાનું ભાવ જગત

ભાવનાનું ભાવ જગત

1 min
45

ભાવનાનાં ભાવથી આ ભાવ જગત બંધાય છે, 

એજ ભાવથી ભવસાગર પાર કરી જવાય છે. 


જ્યાં જે જીવ જે ભાવથી જોડાય છે એની સૃષ્ટિ, 

બિલકુલ એવી જ, એવા લોકો એમાં જોડાય છે. 


એજ ભાવ રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય ભક્તિ બની જાય છે,

એક નકારત્મક દ્વેષ ભાવ દેશને ખંડીત કરી જાય છે,


ભાવનાનાં મુલ્યની ઉપજ છે સંસ્કૃતિ, પરાંપરા ને ધર્મ, 

શુદ્ધ, સાચી ને માનવતાની ભાવના જગ સ્વીકાર્ય છે. 


શાંતિ, સુખ અને સદગુણ જીવનના છે ત્રણ આયામ, 

સદા વરસે 'અમૃત ' મય વરસાદ લીલુંછમ જીવન થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract