STORYMIRROR

Masum Modasvi

Tragedy

3  

Masum Modasvi

Tragedy

ભાવનાએ

ભાવનાએ

1 min
28.1K


ઉમળકે ભરેલી હ્રદય ભાવનાએ,

વધાવો હવે તો પ્રણય ચાહનાએ.

બની શોખ ચંચળ તમારી અદાઓ,

થયું મન નિછાવર મચલતી અદાએ.

ઇરાદા જગાવી ગયાં મન તરંગો, 

થયાં ભાવ ભીના ખનકતી સદાએ.

થવાનું હશે તે થઈને રહેશે,

તમારા પ્રતાપે અનોખી છટાએ.

સમય પારખીને અમે ચાલનારા, 

મગર ભોળવાયા દબેલી જફાએ.

વિસારી ગયેલા હતાં ડંખ ભારી,

નભાવ્યૂં હમેશા મળી વેદનાએ.

તમારા પ્રભાવે થયાં મોમ માસૂમ,

મનાવ્યું અમે મન ધરી કામનાએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy