ભાવિક બનજો
ભાવિક બનજો
જેના દિલમાં દયા નથી ત્યાં મુખ ના ખોલજો,
છે ભાવિક જન તેની જગ્યા હૃદયમાં રાખજો,
દોરંગા જોઈને સદાય તેમનાથી દૂર જ ભાગજો,
સદગુણી લોકોનો સંગ કરી સદા સાથે ભળજો,
દુનિયા રંગીન છે તેના રંગે રંગાવવાનું ટાળજો,
ઘણા મોહરા રમત પણ રમશે ચેતીને ચાલજો,
રંગાઇ જવું તો ઈશ્વરમાં અને તેના દાસ બનજો,
બાકી ઢોંગી ગુરૂ ઘણા મળશે તેનાથી દૂર ભાગજો,
વિશ્વાસમાં પણ લેશે વ્યક્તિ જોઈને કરજો,
સારું જીવન જીવી જીવન સુગંધિત કરજો.
