ભાવ વંદના માતૃભાષા
ભાવ વંદના માતૃભાષા
ઉઘાડ્યાં અંતર દ્વાર, અજવાસે મા બોલી જગત ઝીલવાને ભાવ વંદના માતૃભાષા, ગુજરાતી સંસ્કારે મળ્યું ખીલવાને
બોલી ઘૂંટ્યો પ્રથમ અક્ષરને પઢી વિદ્યા ચોપાઈ પહેલું સોપાન બની માતૃભાષા તું, ધરવા જગ પંડીતાઈ,
વાંચું વિચારું ને સ્વપ્નો રમાડતાં, ગુંજી ગીતોની શહનાઈ થયો પાવરધો ઉછરી તવ સંગતે, ખીલી ચૌટાની ચતુરાઈ
ગુર્જર દેશ ભાષા ગુજરાતી, સંસ્કાર સવાયા જ સીંચેને મલકાણી ભાષા ગુજરાતી, ભાવે હસતી રમતી દિલે,
ખુલ્યાં અમ ભાગ્ય નરસિંહ પ્રેમાનંદ, નર્મદ ને દલપત ધીરામોગલ, અરબી, ફારસી- અંગ્રેજી,ને બંગ રંગ ઝીલ્યા અનેરા
ગુર્જર લોક- સાહિત્ય અસ્મિતા, જન ઉર સાગર તીરે હરખે વાણી મીઠી સૌમ્ય સંસ્કારી, અર્વાચીન ઉમંગ ઝૂમે ઝુલણે,
પ્રેમાનંદ તું ધન્ય જ ટેકી, નમીએ હેમચંદ્ર ને સાક્ષર સુજ્ઞ વેત્તાપ્રભાતિયાંના પાવન સંસ્કારે, માતૃભાષા તવવૈભવ અમૃત કુંભા.
