ભાવ સહીત કૃષ્ણ જન્મોત્સવ ગીત
ભાવ સહીત કૃષ્ણ જન્મોત્સવ ગીત
અવતાર લિયો શ્રી કૃષ્ણ મુરારી મંગલ ઘડી આવહી
લિયો મથુરામાં અવતાર ગોકુલ ઝૂલો પારણે,
અષ્ટમી તિથિ ને શુભવારઃ મંગલ ઘડી આવહીં
રોહિણી નક્ષત્ર આધિ રાત જન્મ લિયો શુભ ઘડી,
માતા જશોદા લડાવે લાડ જગત કેરા નાથને
નીરખી પાવન થયા નેત્ર આજ ગોકુલ ઝૂલો પારણે,
વાગે ઢોલ નગારાં ગરજે શંખ ને દિન્દુભિ
નભથી પુષ્પ વરસાવે દેવો આજ ગોકુલ ઝૂલો પારણે,
નાચે ગોકુળમાં સહુ ગોવાળ મધુર પળો આવહીં
વસુદેવ હરખે ઉભરાય દાન પુણ્ય કરાવહિ,
સહુ હેતે ઝુલાવે કાન, ઝૂલે છે કુંવર કાનજી
ધન્ય ધન્ય થયા સહુ નર નાર નિહાળી વ્હાલા લાલજી,
"અવતાર લિયો શ્રી કૃષ્ણ મુરારી મંગલ ઘડી આવહી
લિયો મથુરામાં અવતાર ગોકુલ ઝૂલો પારણે.
