ભારતમાં પાઘ
ભારતમાં પાઘ
ગોખલે ને તિલક મહારાજની પહેચાન છે સુંદર પાઘ
સ્વરાજ જન્મસિદ્ધ અધિકાર અને નહિ જીવનમાં ડાઘ
ભવ્ય શિરછત્ર ધરે શિવાજી ને લાલા લાજ્પત રાઈ
વિજ્ઞાની રામન ને અભીક ઝાંસી રાણી લક્ષ્મી બાઈ
રુડી દસ્તાર પાઘ ભેટ ગુરુ નાનક તણી આધ્યાત્મિક
અદ્વૈત પ્રતીક બની સન્માન શૌર્ય નૈતિકતા આત્મિક
રંગીન મારવાડી પગડી ને કેસરિયા મરાઠાના ફેટા
શ્વેત કાઠિયાવાડી પાઘ ને મોતી જડ્યા મૈસુરી પેટા
મોળિયું ગુજરાતમાં ને આસામમાં શિર શોભાવે જાપી
અંગ શિરોભૂષણ છજાએ હિમાચલને ઓળખ આપી
ગોખલે ને તિલક મહારાજની પહેચાન છે સુંદર પાઘ
નિરાડંબર ગાંધી ટોપી બની સ્વરાજ સિદ્ધ કરવા વાઘ.