STORYMIRROR

Arjun Gadhiya

Classics

3  

Arjun Gadhiya

Classics

ભારતમાં ના બેટા...

ભારતમાં ના બેટા...

1 min
980


હાથમાં બંદૂક-ગોળા લઈને જાય જી,

ભારતમાં ના બેટા સીમાડે જાય જી…


હે જી દેશ સામે આંખ કાઢે જે,

હે જી એની આંખ કાઢી જાણે રે,

હે જી ઈ તો મા ભોમની સખાતે જાય જી,

ભારતમાં ના બેટા સીમાડે જાય જી…


હે જી ઘર-પરિવારની માયા ન કરે,

હે જી એને ચિંતા આખાંય દેશની રે,

હે જી ઈ તો બાંધવોની રક્ષાર્થે જાય જી,

ભારતમાંના બેટા સીમાડે જાય જી…


હે જી સામી છાતીએ ગોળીઓ ઝીલે,

હે જી કદી ન દેખાડે ઈ પીઠ રે,

હે જી ઈ તો લીલુંડા માથાં ધરવાને જાય જી,

ભારતમાંના બેટા સીમાડે જાય જી…


હે જી જેના શ્વાસે તિરંગા ફરકે,

હે જી વળી મલકે ભારત માત રે,

હે જી ‘અર્જુન’ એના ગુણ ગાન ગાય રે,

ભારતમાં ના બેટા સીમાડે જાય જી…


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics