ભારતીય નારી
ભારતીય નારી
ઝીલી શંકરે જેને જટામાં, એ સરિતા છુ,
અધ્યાયો અઢારેયે સમાવેલી હું ગીતા છુ.
જો માંગીશ તો મુશ્કેલ,અશ્રુનો હિસાબ દેવો,
પુરુષો થકી નિત્યે રચી, આચારસંહિતા છુ.
ગાર્ગી ગૌતમી થઇને વિહરતી આકાશે તો,
રંભા મેનકા સમ ક્યાંક હુ રૂપગર્વિતા છુ.
સ્વયમને સદા સિદ્ધ કરવા આ હુ મથતી,
જગના એરણે આજે ય પરખાતી એ સીતા છુ.
ઇતિહાસના પાને ભલે ઉલ્લેખ મારો નહિ,
ઇતિહાસ મારાથી રચાતો, એ વનિતા છુ.
