ભારત માતા નાં ચરણોમાં
ભારત માતા નાં ચરણોમાં
રામનો આ દેશ છે;
પ્રેમનો સંદેશ છે,
મસ્તિષ્કે આશીર્વાદ છે;
હિમાલય દરવેશ છે,
ચેતવાનો છે આ સમય;
ગદ્દાર કાળા મેશ છે,
ખોફનાક આ ખોફ છે;
કૃષ્ણનો પ્હેરવેશ છે,
રંગ લીલો ઝેરીલો;
કેસરી આ ખેસ છે,
થાશે ગંગા અવતરણ;
શિવજી વિશેષ છે,
યુદ્ધ શાંતિ નાં ભોગે??
ખેલ તો નિઃશેષ છે,
આર યા પાર છે;
જંગ આ વિશેષ છે,
મા ના ચરણોમાં "દિલીપ";
મોત શૈયા પેશ છે.