STORYMIRROR

Ajit Chavda

Inspirational Others

3  

Ajit Chavda

Inspirational Others

ભાઈબીજ

ભાઈબીજ

1 min
26K


ભાઈ બહેનના સંબંધનો અમરપટો લઈને આવ્યો,

આ પવિત્ર બંધન ગાઢ કરવાનો અવસર આવ્યો.


ભાઈને મળવાની અધીરી આશ લઈને આવ્યો,

ભાઈ બહેનની યાદોનું સંભારણું લઈને આવ્યો..


બહેને કંકુ ચોખલીયે વ્હાલા ભાઈને વધાવ્યો,

લઈ ઓવારણા, કાજળના ટપકે નજરથી ઉતાર્યો.


મધુરા ભોજન બનાવી બહેને પ્રેમરસ ઘોળ્યો,

આપી અંતરથી આશિષ ભાઈને કવચે મઢ્યો.


લાગણીઓનો આજે અનેરો અવસર આવ્યો,

ભાઈ બહેનના પવિત્ર સ્નેહનો તહેવાર આવ્યો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational