STORYMIRROR

Parulben Trivedi

Inspirational

3  

Parulben Trivedi

Inspirational

ભાઈ

ભાઈ

1 min
13K

સદાયે ઢાલ બની રહેતો,

બેનીના દુ:ખનો આધાર.....!

રાખડીના પ્રેમરક્ષાના ધાગાનો,

જાણે કવચ બની રક્ષે

બેનીનો સંસાર.....!

'એનું નામ ભાઈ'.


માતા-પિતાની જેમ હકથી,

 ફરજ નિભાવતો.....!

પજવે ઘણોય હંમેશા પણ,

સૌને પજવતા રોકતો....!

'એનું નામ ભાઈ'.


ઘરમાં એ હોય તો આનંદ,

સદાબહાર ખીલવતી દિવાલ...!

પણ થોડોય વિખૂટો પડે તો,

લાગતી ગમગીન ચાર-દિવાલ...!

'એનું નામ ભાઈ'.


મા-બાપની મુસ્કાનનો આધાર,

ઘડપણનો લાકડીરૂપ આધાર...!

આંખો વાંચી ઈચ્છાઓ પૂરતો,

પરિવારનો એ ઉત્સાહજનક

 આધાર......!

 'એનું નામ ભાઈ'.


દુ:ખ આવે બેની પર તો,

સતત વરસાવતો લાગણીના 

હામ....!

 દૂર કરી દુઃખોને એ,

 જાણે બનતો કોઈ ફરીશતો

મહાન....!

'એનું નામ ભાઈ'.


 જેની આંખો કહે સદાય હસતી 

રહો,

હૃદય કહે સદાય સુખી રહો....!

દેતા આશીર્વાદ સદા,

જાણે એ બન્યો બેનીનો 

પડછાયો....!

 'એનું નામ ભાઈ'.


 આ કળયુગના વાયરાથી,

બદલાયા માનવના મગજ....!

 પ્રીત,લાગણી ઓછા થાવા 

લાગ્યા,

 પણ હજુયે ક્યાંક ક્યાંક તો,

જીવે છે ભીની ભીની 

 લાગણી.....!

'એનું નામ ભાઈ'.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational