STORYMIRROR

Narendra K Trivedi

Drama

3  

Narendra K Trivedi

Drama

ભાગ્ય હાથમાં તાળી આપી

ભાગ્ય હાથમાં તાળી આપી

1 min
1.0K

ભાગ્ય હાથમાં તાળી આપી બહકાવે મને

સુખનાં ઓછાયાની ભ્રાંતિ મલકાવે મને,


ભીંજાયો હું અહીં અનરાધારે વરસાદમાં

ભીતરનાં મૃગ જળ પણ પળભર પલળાવે મને,


ભૂંસાયા માર્ગો વ્હેતા અહીં કાળે બનેલા

ઊભી છે આજે પણ એ તકતી ચળકાવે મને,


મોતી બની આંસુઓ રોકાયા પાંપણમાં

એજ પાંપણ ધીરે ધીરેથી ખળખળાવે મને,


આજે ભૂલી ગયો મારી જાતને આ તોરમાં તો

સ્મરણો આવી સાચી જાતને ઓળખાવે મને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama