STORYMIRROR

Isha Kantharia

Tragedy Inspirational

4  

Isha Kantharia

Tragedy Inspirational

ભાગતી દુનિયા

ભાગતી દુનિયા

1 min
261

ભાગતી દુનિયાને જોઈ ભાગવું પણ પડે,

સ્પર્ધાત્મક યુગમાં રોજ દોડવું પણ પડે,


લાગણી અને પ્રેમને કોઈવાર નેવે ચઢાવીને,

દુનિયામાં ક્યારેક એકલા ચાલવું પણ પડે,


કહેવત છે અહીં કે ન બોલે તેના નવ ગુણ,

પણ કયારેક ઈજ્જત માટે બોલવું પણ પડે,


હંમેશા કોઈને પણ જીત નથી મળતી અહીંયા,

અહીં કયારેક હારનું પાણી પચાવું પણ પડે,


"સરવાણી" આ દગાખોરોનો જમાનો છે,

અહીં કયારે પોતાનાંથી જ સાચવું પણ પડે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy