STORYMIRROR

Sunita B Pandya

Inspirational

3  

Sunita B Pandya

Inspirational

બેસી છું લખવા

બેસી છું લખવા

1 min
169

ઝાકળનું લઈને સ્મિત ઉધાર,

બેસી છું લખવા શબ્દો બે ચાર,


કલમ પણ બની ગઈ પારસમણિ,

અથડાયા શબ્દો જ્યારે મારા હૈયાથી,


ગુલાબની સોડમથી લથબથ કાગળ લઈને,

બેસી છું સુવર્ણ અક્ષરે લખવા,


ઘડી ને બાંધી દીધી છે જોબનમાં,

પાઠવવા શુભેચ્છા સૌથી પહેલાં


પાથરીને જાજરમાન ચાદર ઉત્સવની

સ્વાગત કરવા કાગડોળે વાટ જોઈને બેસી છું,


 હજારો કામ મૂકીને પડતાં

ઠાલવવા બેસી છું હૃદયનો ઉમળકો,


કી પેડના આ ડિજિટલ જમાનામાં,

કલમ લઈને બેસી છે સવારથી.

જેટ વિમાનના આ જમાનામાં,

પગપાળા જ નીકળી પડી છું સવારથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational