Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza lafz

Romance

3  

Shaimee Oza lafz

Romance

બેજાન સપનાં

બેજાન સપનાં

1 min
136


આ દિલનો મામલો છે, બે તરફથી પહેલ છે, તમે અમને તમારા તમારા કરી છળતા રહ્યા કસૂરવાર અમે પણ નો'હતા. તરસનું શું છે, ક્યાં પુરી થાય છે, જેટલા ઉંડા પાણી જોવો એટલી વધે છે, સાચુ કહું છું વિરહની અગ્નિ તળવળતા જીવ આપ એક એકલા નો'હતા.

ચાંદ ખિલેલો હતો,સૂસવાટા મારી રહેલા પવનના સ્પર્શમાં આપને માણતા રહ્યા,અકાળે વિયોગ આપણો થાય એ કુદરતનો ન્યાય માથે ચડાવનાર તમે એક નો'હતા. રાતોના ઉજાગરાને આંખોની સુઝન તારી તરફ શકની સોય બતાવે એ સ્વાભાવિક છે,કેમકે તૂટેલા દિલને સાધવાની કોઈ બેન્ડેજ નો હતી,આ દરદ ઝીરવી જીવનાર આપ એકલા નો'હતા.

જીવન સમણાં સજાવેલા ઘણાં વાયદાઓની યાદીએ ઘણી હતી, બંધ આંખે નિહાળેલા સપનાં પુરા કરવા એવી તે દોટ લગાયેલી, એમાં ખુલ્લી આંખે જોવાયેલ સપનાં વિસરાઈ ગયેલા,આમાં કસૂરવાર અમે એકલાં નોહતા.

ક્ષણીક પ્રેમરૂપી હવાના ઝોકાને,જીવન માની બેઠેલા અમે નાદાન, તારા મારા પ્રેમનું ટીપણુ જોવડાવ્યુ તો ખબર પડી, મિલનના યોગની રેખા તુટક હતી, તુ અજાણ હતો ને હુ એ અજાણ હતી,આ જાણકારી છતાંય ખતા ખાઈ લુંટાઈ જનાર તમે એકલા નો'હતા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance