બદલાયેલી દુનિયા
બદલાયેલી દુનિયા


જિંદગી બદલાઈ ગઈ મારી,
એક લખવાનું મન સ્ટેજ મળ્યું,
શબ્દોની ઘણી માવજત કરતી,
પણ સંભળાવું હું એ જઈ કોને ?
એક સુંદર માધ્યમ મળ્યું સમયે,
પ્રેરણાનો મીઠેરો ધોધ મળ્યો,
ડર ત્યારે હતો એક મનમાં મને,
શું નોટબુકમાં છપાયેલું એ,
આ ટેક્નોલોજીની દુનિયાને,
પસંદ પડશે શબ્દોની સફર ?
આ ટેક્નોલોજીએ કામ બનાવ્યાં,
ઝડપભેર વિકાસને આંબી ગયાં,
વિસરાયેલા સ્વજનો ફરી મળ્યાં,
મારાં શબ્દો આજ લોકોને સ્પર્શ્યા,
આજે મને મારી જોત ઓળખાઈ,
આધુનિકતાએ મને ઓળખ આપી,
સિક્કાની હોય બે બાજું એમ જ,
સવલતોનું પણ સારૂં નરસું પાસું,
સમજો તો શિખરે જ પહોંચાડશે,
નહીં સમજો તો પતન જ નોતરશે !!