STORYMIRROR

Nisha Shukla

Romance

3  

Nisha Shukla

Romance

બાવરી રાધા

બાવરી રાધા

1 min
195

પ્રણયના ગાન ગાઈ, છૂપાઈ ગયો અટકચાળો

સંતાકૂકડી રમત રમતો છેલછબીલો છોગાળો !


આતુર નયનો જોવા તરસીને અકળાય

ગાજવીજ વર્ષા સાથે આજ વંટોળિયો વાય !


 બહુ રમાડી સંતાકૂકડી ને સાત તાળી

હવે જલ્દી આવીને દર્શન દે હે વનમાળી !


જોવાને આતૂર નયનોમાં, ઢળી જાય ઘનઘોરી સાંજ,

વાદળ વિખરાયા ને હવે જાગી રે આશ આજ !


મોરપીંછ, કાળી કામળી ને પીતાંબર ધારી

 મળવા આવી જા હવે ,નહિ ફાવશે કોઈ કારી,


ગોરસ ને ખાજા પીરસીને રસથાળી

પૂનમની રૂડી રાતે રમશું રંગતાળી !


 રમીને થઈ જશે ખુશ તારી આ રાધા રૂપાળી

 આવીને હવે ખેલ ખેલી જા ઓ વાંકા વનમાળી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance