બાપુ
બાપુ
સત્ય અહિંસાને સમભાવ લઈ,
સત્યાગ્રહની બાપુએ જ્યોત જલાવી,
ઉપવાસ કરી વિરોધ ભાવ લઈ,
એકતાની બાપુએ આગ જલાવી.
તન પોતડી ધરી સુતર કાતી,
સ્વાવલંબન ભાવ ગાંધીગીરી ચલાવી,
એક ગાલે તમાચો ઝીલી,
બીજો ગાલ ધરી અહિંસા ફેલાવી,
સ્વદેશી સ્વાવલંબન ચળવળ કરી,
ખાદી રોજગાર ઘર ચલાવી,
ગાંધીગીરી ભાવ બેજોડ કરી,
ભાયચારાની નવી રીત ફેલાવી,
ગાંધી જીવન જ ઉપદેશ,
આચાર વિચાર સત્ય રીત ચલાવી,
"રાહી" અહિંસા ગાંધી મુર્તિ રચાણી,
ગાંધી આંધી જગમાં ફેલાણી.
