બાપડો આ મોબાઈલ
બાપડો આ મોબાઈલ


બાપડો આ મોબાઈલ,
કેટલું એ સહન કરતો !
ઘડીમાં એ ચેટ કરતો,
વોટ્સએપ પર વિડિયોકોલિંગ કરતો,
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં,
ઘડી ઘડી નજર નાખતો,
બાપડો આ મોબાઈલ,
કેટલું એ સહન કરતો !
ઓનલાઈન સાહિત્ય એપ જોતો,
કાવ્ય વાર્તા વાંચતો જાતો,
એવામાં કોઈ કોલ આવતો,
વાંચવામાં એ, વિક્ષેપ પાડતો,
બાપડો આ મોબાઈલ,
કેટલું એ સહન કરતો !
માય મંદિરમાં દર્શન કરતો,
સારા સારા ભજનો સાંભળતો,
મિત્રો સાથે શેર કરતો,
કોઈ સમાચાર હું પણ જાણતો,
બાપડો આ મોબાઈલ,
કેટલું એ સહન કરતો !
આમ કરતાં કરતાં,
એ હેંગ થાતો,
લખેલી વાર્તા- કાવ્યો ને,
ક્યારેક એ અલોપ કરતો,
બાપડો આ મોબાઈલ,
કેટલું એ સહન કરતો !