બાળપણ
બાળપણ
મતલબ વગર જ્યાં દોસ્તી થાય,
તે છે બાળપણ,
સ્વાર્થ વગર મદદ કરાય,
તે છે બાળપણ,
કુદરત સાથે પણ રમવાનું થાય,
તે છે બાળપણ,
સહકારની ભાવના જ્યાં કેળવાય,
તે છે બાળપણ,
સંસ્કાર થકી ઘડતર જ્યાં થાય,
તે છે બાળપણ,
શિવાજી, મહારાણાની વાતો સાંભળી,
તેમના જેવા થવાનું મન થાય,
તે છે બાળપણ,
રમત-ગમતમાં મગશુલ થઈને,
ખાવાનું પણ ભૂલાય,
તે છે બાળપણ,
આ પંક્તિ વાંચતા વાંચતા તમે પણ,
બાળપણની યાદોમાં ખોવાઈ જાઓ,
તે છે બાળપણ.
