Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hetalba Vaghela

Drama

5.0  

Hetalba Vaghela

Drama

બાળપણ

બાળપણ

1 min
598


અર્પી દઉં સઘળી ઉમર મારી જો મળે...

ફરી એકવાર મોજીલું બાળપણ...

રમવાનું મિત્રો ની સાથે ને લડી ઝઘડી ને રિસાતું બાળપણ...


ઝઘડા માં દ્વેષ ના ભાવ લગીરે ના હોય ભોળપણ ભરેલું બાળપણ...

લીમડા ને વડ ને ડાળે બાંધેલા હીંચકે હીંચકતું રમતિયાળ બાળપણ...


પથ્થર વડે તોડી ને વાડીની કેરીઓ ભેગી કરીને ભાગતું બાળપણ...

મોટાઓથી થઈ અપમાનિત ને પાછું એમને જ મનાવતું બાળપણ...


રોઈ ને સુઈ જઈ ને હસતું - રમતું જાગનારું બાળપણ...

ઈર્ષ્યા ના ભાવ હોય ના કોઈ પ્રત્યે સૌ માટે લાગણી રાખનારું બાળપણ...


ના હોય ભય કાંઈ છીનવાઈ જવાનો હરેક પળ ને જીવનારું બાળપણ..

એ શાળા માં ને શેરી માં મિત્રોની સાથે મસ્તી ભર્યું વિતનારું બાળપણ...


ના હોય દેશ દુનિયાની ચિંતા બસ લેતું રમકડાંની સંભાળ બાળપણ...

ના જોઈએ મોંઘી ભેંટ - સોગાદો બસ એક ચોકલેટથી રાજી થનારું બાળપણ....


જો માંગવાનું કહે ઈશ્વર એકવાર તો ફરી માંગી લઉ એજ ભોળું બાળપણ...

અર્પી દઉં સઘળી ઉંમર મારી એને જે કોઇ અપાવી દે પાછું એજ શેરી માં વિતનારું બાળપણ...


Rate this content
Log in

Similar gujarati poem from Drama