બાલગોપાલ ને શાબ્દિક આવકાર
બાલગોપાલ ને શાબ્દિક આવકાર
તારા રુદને તો સભ્યોને દોડતા કર્યા,
તારા આગમને તો અમને સુકુન આપ્યું.
પથ્થરોને અમે દેવ માન્યાં,
અમારી આતુરતાનો આજે આવ્યો અંત,
બાળક ગોપાલના આગમને કરી દીધાં ધન્ય,
સૂના ઘરને મધુર કિકિયારીએ ભરી દીધું.
તારા ગુલાબી ગાલ ને નાના હાથ જેને,
અમે તારામાં બાળક્રિષ્નાની મનમોહક છબી
નિહારતા રહ્યાં.
એ નાના કૂણાં હાથ નાની નાની પગલિયો,
એજ મનમોહક અને સુરત આંખોમાં નટખટતા.
તારી લડખડાતી એજ ચાલ જેણે અમને
તારા પુજારી બનાવી દીધાં,
તારા મોઢે બોલાયેલા બા બા માં માં શબ્દો
એ તો અમને આનંદ વિભોર કરી દીધાં.
બાલગોપાલનાં આગમન અને કિકિયારીએ,
અમારા પરિવાર ને હર્યો ભર્યો કરી દીધો.