STORYMIRROR

Drsatyam Barot

Thriller

3  

Drsatyam Barot

Thriller

બા

બા

1 min
13.9K


મારી બા

સાવ ભોળપણમાં, એણે

કાઢી આખી જિંદગી

બીજા માટે રહ્યું હમેશાં એને

પોતાપણું, લાગણી, પ્રેમ...


કહેવાતા મોટા ઘરવાળા, મારા ઘરે

માંગવા આવતા,

સવાર થી સાંજ

થોડું શાક, અથાણું

મરચું, ચાર દિવાસળી, વાડકો ભરી ખાંડ,

તપેલી ભરી તેલ,

ડબલું ભરી ઘાસલેટ, લોટ..

હોંશેહોંશે ભરી આપતી બા,

ભૂલી સઘળું..

એને તો જાણે સગી બેનનું ઘર હોય બાજુમાં.,

એમ,

અમને આખ્ખો દિવસભૂખ્યા મૂકી

સમયના સહારે મૂકી, એકલા

ચાલી નીકળતી

દૂર દૂર મજૂરી કરવા..

એકલી જ, બસ એકલી

અને

સાંજે

સૌના માટે લાવવાનું ન ભૂલતી

થોડાં લાકડાં,

થોડી આગ... .... !!!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller