STORYMIRROR

Rekha Shukla

Drama

3  

Rekha Shukla

Drama

અવતાર

અવતાર

1 min
238

દીકરી લક્ષ્મીનો અવતાર, ..


દૂધે નવડાવો ગાલીચે સૂવડાવો

કારણ દીકરી લક્ષ્મીનો અવતાર, 


નજર ઉતારો ને પારણાં બંધાવો 

કારણ દીકરી લક્ષ્મીનો અવતાર,


હાલરડાં ગાઓ પાંચીકૂકે રમાડો 

કારણ દીકરી લક્ષ્મીનો અવતાર,


રૂપેરી ચમચીથી ખીચડી જમાડો

કારણ દીકરી લક્ષ્મીનો અવતાર,


આતો લાગ્યું ઘેલુ મોરલે રમાડો

કારણ દીકરી લક્ષ્મીનો અવતાર,


પોપટ હાથીના અરે ઝૂલે ઝૂલાવો

કારણ દીકરી લક્ષ્મીનો અવતાર,


નવા નવા વાઘા કેસર ઘી ના થાળ

કારણ દીકરી લક્ષ્મીનો અવતાર,


સપનામાંથી અરે કોઈક તો જગાડો

કારણ જુદુ દીકરી લક્ષ્મીનો અવતાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama