અવસર
અવસર


આંગણે રૂડો અવસર આવ્યો,
મનથી મન મળ્યાની હેલી,
શોભે ઘર મારું પરિવારનાં હેતે,
સાથ સહકાર આનંદ ઉલ્લાસ,
ભેગા મળીને જ કરીએ આનંદ,
તો જ દીપી ઉઠે પ્રસંગ આ,
તન મન હરખે વાગ્દત્તા ને મળવા,
હૈયું મારું થનગને,
અવસર આ બેમાંથી એક થવા,
હાથમાં હાથ મળવાની વેળા,
હજુ થોડી દૂર સહી,
પણ હવે મનથી મન મળે છે,
એ વેળા ક્યાં દૂર રહી,
ધનઘડી ધન ભાગ,
અવસર એ જ મારે મન.