STORYMIRROR

Rutambhara Thakar

Romance

4  

Rutambhara Thakar

Romance

અવર્ણનીય

અવર્ણનીય

1 min
277

હે મારા કાન્હા,

મારા નયનને મોરપંખથી ઢાંકીને રાખું,

તો મને એમાં દર્શન થાય તારૂ ઝાંખુ ઝાંખું.


હે મારા કાન્હા,

અવર્ણનીય છે અહેસાસ તારી સાથે હોવાનો,

કેમ કરી મારા દિલને ખાંજરે નાખું ? 


હે મારા કાન્હા,

હરીફાઈ આ અહેસાસની એ છે અવર્ણનીય, 

કેમ કાયમ જ અદ્રશ્ય થઈને તું મને ઝાંખું ?


હે મારા કાન્હા,

હવે તુંજ કે' મારી આંખો બંધ રાખું કે ખુલ્લી રાખું ?

બંધ આંખે તારા શમણાં જોતી હું તો કદીય ના થાકું !


હે મારા કાન્હા,

હોઠ તો મારા દાડમની કળી જેવાં લાલચટાક જ રાખું,

માખણ મિશ્રી તોય હું તો રોજ ચાખું !


હે મારા કાન્હા,

મારા ગાલે લાખેણું મસમોટું લાખું,

જેને તારાથી સંતાડવા ગાલે મોરપંખ રોજ રાખું !


હે મારા કાન્હા,

તારાથી શરમાઈને નજરો નીચી હું રાખું,

લાલચટ્ટાક અધરે એક મીઠડી મુસ્કાન રોજ રાખું !


હે મારા કાન્હા,

તારી રંગતનો રંગીલો ફેંટો હું માથા પર રોજ રાખું,

મધુર ,લીસ્સા સ્પર્શનો અહેસાસ તારો

મયુરપંખ થકી મારી આંખે રાખું


Rate this content
Log in

Similar gujarati poem from Romance