અવકાશ
અવકાશ
કુદરતે પાથરી જાણે સોનામહોર અને ચમકી ઊઠ્યું અવકાશ !
ચારેકોર જાણે ફેલાયો સોનેરી પ્રકાશ !
આ ફૂલો અને ભમરો આપસમાં કરે ગુફ્તગુ,
જાણે ધરતી પર જન્નતનો થયો અહેસાસ,
આ રૂમઝૂમ કરતી સરિતા ચાલી સાગરને મળવાને કાજ,
જાણે કણ કણમાં છે ઈશ્વરનો આવાસ !
આ નટખટ પવન છેડે કોઈ સુંદરીનો પાલવ,
જાણે સુંદરીની મુસ્કાન મેળવવાનો કરે છે પ્રયાસ,
આભે સૂરજ અને ચાંદ ચમકે, જાણે તારાઓ કરે રખેવાળી,
જોઈ કુદરતની લીલા, માનવીને થયો ઈશ્વર હોવાનો અહેસાસ,
કેવી અદ્ભૂત લીલા છે ઈશ્વરની, કેવું સુંદર સર્જન !
દિવસે આપે સૂરજ ને રાતે આપે ચાંદો અઢળક પ્રકાશ,
કેવી સોનેરી ચાદર પાથરી ધરતી પર ઈશ્વરે !
જાણે ચારેતરફ પાથર્યો છે સ્નેહનો પ્રકાશ !
