STORYMIRROR

Kalpesh Baria

Tragedy

4  

Kalpesh Baria

Tragedy

અસ્તિત્વ

અસ્તિત્વ

1 min
252

ગઝલમાં ભલેને સહજ હું હસ્યો છું,

તળીયે કલમની સતત હું રડ્યો છું.


તમે સાવ ભૂલી ગયા છો તે દિવસો,

વ્યથાને તમારી હું કાયમ નડ્યો છું.


ભરોસોની ભાષા સહેલી હતી પણ,

સમજતા વધારે હું ભૂલો પડ્યો છું.


પરીક્ષા પહેલા જ થાકી ગયો તું,

પ્રયત્નોની તરફેણમાં હું લડ્યો છું.


છબીમાં હવે કલ્પ ઝાંખો થયો છે,

દિવાલો ઉપરથી ભલે હું જડ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy