અસ્તિત્વ છે ચેહર મા થી
અસ્તિત્વ છે ચેહર મા થી


અસ્તિત્વ તો ચેહર મા ની કૃપાથી કળાય છે,
ભક્તિના પંથે જો સમજી ને ચલાય છે.
સ્વર્ગ અહીં ઉતારી દીધું ભકતો માટે એ પરચો છે,
દંભ છોડો તો મા ચેહર ની કૃપા
આમ જ દેખાય છે.
કર્મથી જ ઉજળો છે, માનુષ દેહ જગમાં એવું માઈ ભક્ત રમેશ ભાઈ કહે છે,
પાપ સઘળાં ભીતરના પસ્તાવે, બળાય છે અને સાચી ભક્તિ માર્ગે જવાય છે.
અસ્તિત્વ નિજનું, કરવું જો શ્રેષ્ઠ જગે તો ચેહર મા ના ચરણોમાં રહો,
શ્રધ્ધા ને વિશ્વાસના સંકલ્પે જ, ગળાય છે આ માનવ અવતાર એ સમજીને રહો.
કીર્તિની ભૂખ વગર, કર્મનિષ્ઠ હોય જે એમને જ ચેહર મા ની ઝાંખી થાય છે,
પ્રસિદ્ધિ એને વગર માંગ્યે જ મળે છે અને ચેહર મા ની અમી નજર રહે છે.
બૂઝાવી વેરઝેરની, ધધકતી જ્વાળાઓને અને ઈર્ષા છોડી ચેહર મા નો પાલવ પકડો,
દિલની ભાવનાથી પ્રેમની હાજરીમાં જ, ચેહર મા નો હાથ આ જિંદગીભર પકડો.
કરુણા ને દયાભાવ, શાંતિ ને સમાધાન એ ચેહર મા ના નિયમો છે,
નીતિ ને સરળતાથી, જીવન ફળાય છે એ રમેશભાઈની શિખામણ છે.