અષાઢી બીજ આવી
અષાઢી બીજ આવી
આ અષાઢી બીજ આવી,
વાદળનો સંદેશો લાવી,
સમજણના બીજ રોપો હૈયે,
લાગણીનું નાખો ખાતર,
પ્રેમનું જળ સિચો,
વફાદારીની કરો વાડ,
સંબંધનું મસ મોટું વૃક્ષ થશે,
દુઃખમાં આપશે છાયડો,
હૈયે આપશે ધરપત,
જિંદગીના પહાડના કપરા છે ચઢાણ,
હાથછે એ હાથ આપશે,
ચઢાણ પણ થઈ જશે પાર,
અષાઢી બીજ આવી,
ખુશીઓ સાથ લાવી.
