અસર
અસર
મારાં નસીબમાં શું છે એ તો મને ખબર નથી,
ને જેમને હું મળું છું એને જ મારી કદર નથી,
ચીંથરેહાલ થયું છે જીવન એની જ યાદોમાં,
બાકી તો મારાં જીવને દુઃખની ય અસર નથી,
પીઉં છું ઘૂંટડા હું એમની અવગણનાના હવે,
મને અનુભવ કે એથી ઘાતક કોઈ ઝહેર નથી,
દિલાસો આપું હૃદયને કેવી રીતે એ ના જાણું,
ઠાલવી દીધું દિલ; બાકી હવે કોઈ કસર નથી,
તમને પસંદ ક્યાં હતી એ મોહબ્બત અમારી,
અધુરો હશે પ્રવાસ; પૂર્ણ હવે આ સફર નથી.
