અસમાનતા
અસમાનતા


ધ્રુવ પર રહેતી સદા શીતલ લહેર,
વિષુવવૃત્તે સવિતા કરે કાળો કહેર,
રણમાં મૃગજળ દોહ્યલા જલ બિંદુ,
ભરે સાગર કાંઠે લાવી ભરતી ઈંદુ,
કરોડો ઘરમાં ભાણે ટાણે ખાવું ખૂટે,
બે ચાર જણ બેઠાબેઠા ખર્ગો લૂંટે,
સિંહની ત્રાડે જંગલના પ્રાણી ભાગે,
જાન બચાવવા બિચારા કેટલા જાગે,
ક્યાંક માણસ શ્યામ તો ગોરા જાજા,
જગમા કેવી રંગભેદે મોટી મૂકી માઝા,
કોઈના શ્વાન પ્રાસાદે ખાઈને સૂવે,
ભૂખ્યા ભુલકા કોઈક બિના છત રુવે,
કોતર્યા પત્થર કેવળે દેવળે પુજાય,
કોમળ કલિકા સહેજે દહેજે બુઝાય,
ઘરડા ઘરમાં ભમતા દાદા દાદી,
રમતા આત્મજ ઉપર આયા
લાદી,
ગામને ચોરે દિવસે ઊડતા કાગ,
નગર રસ્તે રોજ રાતદિન ભાગાભાગ,
નવાબ નિઝામ કરતા ચાર ચાર રાણી,
વાંઢા નવરા ભરતા એકલા પાણી,
કોઈક દેશમાં ભણતા ગણતા સહુ,
ગરીબ દેશમાં અજાણતા જણતા સહુ,
મધરાતે ક્યાંક સુંદર સૂરજ તપતો,
મધ્યાહ્ને કોઈ અંધારે જખતો જપતો,
ધરા ધરીએ ઘુમતી ફરતી નમતી,
સૂરજ ફરતે લંબગોળ કેમની રમતી,
ઉપર નીચે ધ્રુવ ટપકે મોસંબી ચપટી,
ના ખૂણા કે બાજુ લાગે થોડી કપટી,
કુદરત કરતો કેવા કેવા ખોટા ખેલ,
એટલે કરતો માનવ મફતમાં ગેલ,
કુદરત જો બહુ બધું સરખું કરતો,
વણમાગ્યો તો પછી માણસ મરતો.