અર્થશાસ્ત્ર હાઈકુ
અર્થશાસ્ત્ર હાઈકુ


ઓટલે બેઠુંજી
ડીપી વધારવા
પોણું શહેર
બીડી ઉધાર
આર્થિક નિષ્ણાત
હમેશાં માંગે,
ખાવાના ફાંફા
દાનની વાતો કરી
પ્રસાદ ગ્રહે
ખીસા ખાલી છે
આયોજન લાખનું
ગામના ખર્ચે
ફાયદો મારો
નુકસાન તમારું
હિસાબ પુરો
અર્થનો અર્થ
અર્થ પરામર્શક
નથી જાણતો
વાતોનો અર્થ
અર્થ પેદા ના કરે
છે નિરર્થક
કામ શોધવા
આર્થિક નિષ્ણાત
રોજ ભટકે
બાળ ઉછેર
વાંઢો અને વાંઝિયો
સૌને શીખવે
ફાયદો મારો
નુકસાન તમારું
હિસાબ પુરો
p>
અર્થ પામવા
આર્થિક મંત્રદાતા
મંત્ર શીખવે
અર્થ જાણવા
અર્થ અને આર્થિક
સમસ્યાનો
પ્રયોગ કરે
તારા ખર્ચે જોખમે
અર્થ વેડફે
આર્થિક તેજી
લાવવા ટકાવવા
પૈસા વાપરો
ફાયદો મારો
નુકસાન તમારું
હિસાબ પુરો
અર્થ પામવા
અર્થશાસ્ત્ર આશરે
અર્થશાસ્ત્રી સૌ
અનર્થ કરે
અવનવા પ્રયોગથી
ક્ષય અર્થનો
આર્થિક ગુરુ
અર્થ કેરો અનર્થ
કરતા રોજ
આર્થિક મંદી
દુર કરવા માટે
માંગ વધારો
ફાયદો મારો
નુકસાન તમારું
હિસાબ પુરો