અર્ધાંગિની
અર્ધાંગિની


કોણ કહે છે, છો તું મારી અર્ધાંગિની,
તું તો છો બધી રીતે મારી પૂર્ણાંગીની,
કદી મારામાંથી બાદ કરૂ પણ હું જો તને
ઓળખી પણ શકીશ, બાકી રહેલા હું મને?
નક્કી ગયા ભવમાં કઈક સારું કર્યુ હશે,
ત્યારે જ તો તું મને આ ભવે મળી હશે.
પ્રેમ તો મેં પણ ખરા દિલથી, ખૂબ કર્યો છે તને છતાં,
થાય સરખામણી તો ઉતરતો મૂકી શકાય મને,
સાત ભવની તો ચાવી નથી આપણા હાથે
ભવ તો આ લખી દીધો આપણે નિપુર્ણ પૂર્ણમેઘની સાથે.