STORYMIRROR

Deviben Vyas

Tragedy Inspirational

4  

Deviben Vyas

Tragedy Inspirational

અપેક્ષા વિણ કદર

અપેક્ષા વિણ કદર

1 min
363

સત્ય સાથે જીવવું જીવન, અપેક્ષા વિણ કદરની,

ન્યાય સાથે ગાળવું જીવન, અપેક્ષા વિણ કદરની.


રાખજે વિશ્વાસ તારા કર્મમાં, ઈશ્વર ભરોસે,

પ્રેમ સાથે માણવું જીવન, અપેક્ષા વિણ કદરની.


જિંદગીમાં જૂઠ છળતી આશ, કોઈ ઝંખનાની,

સ્નેહ સાથે કામવું જીવન, અપેક્ષા વિણ કદરની.


ફૂલ સંગે કંટકો સર્જ્યા સદા જો ઈશ્વરે પણ,

હાર્દ સાથે ફાગવું જીવન, અપેક્ષા વિણ કદરની.


માન તો ખુશહાલ છે આ જિંદગી, સંસાર સુંદર,

મોજ સાથે તારવું જીવન, અપેક્ષા વિણ કદરની.


સુખ અને દુ:ખ તો ખરેખર,ખુદ તણું સર્જન ભલા છે,

જાત સાથે માપવું જીવન, અપેક્ષા વિણ કદરની.


સ્વાર્થ,ચિંતા,જૂઠ,ઈર્ષા,મોહ વશ છે આ જગતમાં,

મર્મ સાથે જોખવું જીવન, અપેક્ષા વિણ કદરની.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy