અનુભુતી
અનુભુતી
નિરંતર વહ્યા કરે તું,
ખુશીની કોઈ લહેર બની મુજમાં,
દુઃખ મારા હરીને તું,
મને તલ્લીન રાખે છે બસ તુજમાં.
નથી મળતો તું કદી છતાં,
અનુભવાય છે હર પળ મુજમાં
એ દયા પણ તારી જ છે,
વિશ્વાસ અતૂટ રહ્યો છે તુજમાં.
શ્વાસ અને ઉચ્છવાસથી તું,
આવ અને જા કરે છે મુજમાં,
મને સાથે રાખે કે ન રાખે તું,
હું હવે જોડાઈ ગયો તુજમાં.
શબ્દો છે તો 'નિપૂર્ણના'
પણ સુઝાડે બધું તું જ મુજમાં,
તું નહીં તો બધુંજ શૂન્ય,
એવો સમાય ગયો હવે હું તુજમાં.

