અંતરાત્માની સવાર - રાત્રિ
અંતરાત્માની સવાર - રાત્રિ
રાતનાં અંધકારમાં,
તારાઓનાં શણગારમાં..
સંપૂર્ણ શૂન્યતા, ખાલીપા,
નીરવ શાંતિના આકારમાં..
જાગે છે મારી અંતરાત્મા,
અને શરુ કરે છે શોધ..
કૈંક એવી કવિતાઓની,
જેને મેં લખવાથી ઇન્કાર કર્યો..
કૈંક એવી લાગણીઓની,
જેને મેં માથું ધુણાવી નકાર કર્યો..
કૈંક એવી યાદોની,
જેને મેં ખૂબ તિરસ્કાર કર્યો..
અને રાતનાં કાળા કેનવાસ પર
તે બધાને મઢી દે છે,
ટમટમતાં તારાઓની રૂપે..
રાતની નીરવ શાંતિમાં
તે બધાંને જડી દે છે
ખણકતાં ઘંટારવની રૂપે..
આ રાતની મદદથી અંતરાત્મા
અવાજ આપે છે તે સર્વ સ્વપ્નોને,
જેને મેં થોભાવ્યાં હતાં કોઈક
યોગ્ય રાત માટે..
કહે છે મને તે સૌ
"મિત્ર ,હજી તારી કેટલી રાત બાકી છે?
કૈંક કર, અમારી સ્વતંત્રતાની મધરાત બાકી છે."
