અંતર અનરાધાર
અંતર અનરાધાર
આજે અંતર મારું અનરાધાર,
હરિવર તું કૈંક તો કરજે વિચાર.
ટળી મોહનિશાને ઉઘડી સવાર,
નયન વરસાવતું કેવી અશ્રુધાર.
કર્મ કર્યે જાય નિતનવા પ્રહાર,
હરિ વર તું કૈંક તો કરજે વિચાર.
જીવનમાં જીત થોડીને ઝાઝી હાર,
ડગલે પગલે તારા હોય નામોચ્ચાર.
જિંદગીમાં બનજે તું તારણહાર,
હરિવર તું કૈંક તો કરજે વિચાર.
તારા શરણે આવ્યા છે નરને નાર,
આતમ એના કરી રહ્યા છે પોકાર.
એકમાત્ર સાંભળનાર તું કિરતાર,
હરિવર તું કૈંક તો કરજે વિચાર.
