અંતકસોટી
અંતકસોટી
અંગતની સંગતમાં બળતો રહે છે,
ફકત ત્યારે જીવ શિવને મળતો રહે છે.
કુકર્મનું હટાણું કર્યું રાત-દિન જે,
ને પંચ કેરું નાણું ધર્યું નિજ કર જે,
એ બોજ અંતવેળા કનડતો રહે છે,
ફકત ત્યારે જીવ શિવને મળતો રહે છે.
આ શ્વાસની રમતમાં અંતે સ્વયં જો હારે,
લાખોનું બિલ ચૂકવતાં પણ વૈદ જો ના તારે,
અંતે સઘળી કબૂલાતો કરતો રહે છે,
ફકત ત્યારે જીવ શિવને મળતો રહે છે.
પરની પીડાથી કાયમ પ્રસન્ન જે થાતો,
ભ્રષ્ટતાને આચરીને પણ ના ફસાતો,
રસ'રંજ'ને સતત જો પીતો રહે છે,
ફકત ત્યારે જીવ શિવને મળતો રહે છે.
