અનોખું નગર
અનોખું નગર
ચાલો પ્રિયે વસાવીએ એક અનોખું નગર,
તે ન ચાલે તારા અને મારા હુકમ વગર,
હું રાજા અને તું હોય મારા દિલની મહારાણી,
ત્યાં તળાવમાં હોય રસના અને કોકો કોલાનું પાણી,
ત્યાં અનોખી ભીંત હોય કિટકેટના ચૉકલેટની,
ઉપર છત હોય મજાની ડેરીમિલ્કના ચૉકલેટની,
ડેરીમિલ્કની છત અને કિટકેટના ચૉકલેટની ભીંત,
પ્રિયતમ તારો સાથ મળે અને દિલમાં ઉભરાય પ્રીત,
કિટકેટના ચૉકલેટની ભીંત પર જેલીના ચિતરાઉ મોર,
ચારેકોર આ નગરનો થાય છે ખુબ કલશોર,
પકૅના દરવાજેથી જોતા દેખાય દુનિયા સારી
મારીગોલ્ડના બિસ્કીટની હોય ગોળ ગોળ બારી,
જેમ્સના બગીચામાં પિપરમેન્ટના રંગબેરંગી ફૂલો,
ફાઈવસ્ટારના હિંડોળે પ્રિયતમા ખુબ ઝૂલે,
જિંદગીમાં કડવાશને, કટુતાને દૂર સારો ભાઈ,
ચૉકલેટ જેવી મીઠાશ અને મધુરતા જીવનમાં લાવો ભાઈ.