STORYMIRROR

Kinjal Pandya

Drama Tragedy

4  

Kinjal Pandya

Drama Tragedy

અનોખી મિત્રતા

અનોખી મિત્રતા

1 min
303

જયારે માણસો દગાખોર નીકળ્યા,

ત્યારે મેં જાનવરો સાથે દોસ્તી કરી લીધી,


સામે કોણ છે એની પરવાહ ન કરી,

બસ એક જીવ સાથે જ મિત્રતા કરી...


એની વફાદારી જોઈ થોડી શરમ મને પણ આવી ગઈ,

માણસ છું હું એ વાત કહેવા જતા

મારી જીભ પણ અટકી ગઈ...


જગતમાં સૌ કોઈ એક સમાન,

મેં હરિ ને જ વાત કરી...


કર મદદ મને તું માણસ ઓળખવામાં

માણસે પૃથ્વી કલંકિત કરી...


કીધું હરિ એ તું માણસ છોડ,

જાનવરે વફાદારી કરી...


એ અબોલા જીવની આંખો

મને ઘણી વાતો કહી ગઈ..


વગર શબ્દો એ આજે

જિંદગીની હકીકત મને સમજાઈ ગઈ...


દુનિયામાં સૌ કોઈ જીવદયા કરે,

તો દરેકે પોતાના પર જ મહેરબાની કરી...


Rate this content
Log in

Similar gujarati poem from Drama