અનોખી અસર હોય છે
અનોખી અસર હોય છે
હોટેલ રેસ્ટોરન્ટમાં ભલે ગમે તેટલું ખાઈ લો,
પણ માનાં હાથની રસોઈમાં અનોખી અસર, અનોખો સ્વાદ હોય છે,
ભલે તન ભીંજવે તમારું, આ વર્ષારાણી,
પણ મનને માત્ર ભીંજવી શકે એ પ્રિયતમના પ્રેમનો વરસાદ હોય છે,
ગમે તેટલું ધન દોલત મેળવી લો, ખુશી નહીં મળે,
ખુશી આપવાની તાકાત માબાપનાં આશીર્વાદમાં હોય છે,
ભલે ને અમાસનો ઘોર અંધકાર હોય,
ઘોર અંધકારને ભગાવવાની તાકાત પ્રભાતમાં હોય છે,
ભલેને જાવ તમે લાખોની ભીડમાં,
પણ જાતને મળવાનો અવસર એકાંતમાં હોય છે.
