STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

અણસાર

અણસાર

1 min
472

ફિતરત છે મારી એવી પ્રેમ પણ વાવાઝોડું થઈ વરસું છું,

વખત આવ્યે વરસવાનો છું કેવો એ અણસાર મોકલું છું !


ક્યાંક મળશે એ ધરા,જ્યાં વરસવા ધોધમાર હું તરસુ છું !

કમોસમી ભલે, માવઠું બની અમથો એ આસાર મોકલું છું.


ભીંજવ્યા પ્હેલાં ધરતી તને, હૈયાની ઊર્મિનું વ્હાલ મોકલું છું ! 

પછી ના કહેશો કે આવું છું એવો હું પૈગામ ક્યાં મોકલું છું ?


આમેય નિત્ય નીંદરે તમારી, સ્વપ્ન બની વિહરતો રહું છું,

આવતો જતો રહીને એમ આ હૃદયનો જ ભાવ મોકલું છું !


ક્યારેક તો રોકી જ લેશો એવા મનસુબા પંપાળ્યા કરું છું,

દિવાસ્વપ્ન કેરી દુનિયામાં રોજ અરજીઓ એમ મોકલું છું !


ઘાયલ છું હું ખુદ કે પછી કર્યા છે મેં તમને જ કાયલ મારા,

છે હાથવગું ઓસડિયું પ્રેમનું, એ સ્નેહની સારવાર મોકલું છું !


છેવટે તો છે મંઝિલ એક જ મારી ને તમારી આ સફરમાં,

પહોંચીશું સંગાથમાં એવી લાગણીનું આ વ્હાલ મોકલું છું !


ફિતરત છે મારી એવી પ્રેમ પણ વાવાઝોડું થઈ વરસુ છું,

વખત આવ્યે વરસવાનો છું કેવો એ અણસાર મોકલું છું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance